કોમ્યુનીટી રેડિયો સ્ટેશન એ પ્રવર્તમાન સામુદાયિક કોમ્યુનીકેશન પદ્ધતિમાં ઉભરતું અને વિકાસ પામતું નવું પરિમાણ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ(UNO) દ્વારા વિશ્વના દેશોને આ માધ્યમ વડે માહિતીના પ્રસાર-પ્રચાર માટે કાર્યરત થવા આહવાન અપાયું. ભારત સરકાર આ માટે વધુ જાગરૂકતા અને કટીબધતા દર્શાવે છે. કોમ્યુનીટીના અવાજને સાર્વજનિક રીતે અભિવ્યક્ત કરવા માટે અને તે દ્વારા કોમ્યુનીટીના વ્યક્તિગત, સામાજીક, આર્થિક,બૌદ્ધિક અને શૈક્ષણિક સ્તરમાં વિકાસ થાય તે માટે કોમ્યુનીટી રેડીયો સ્ટેશન પ્રસ્થાપિત કરવા સરકાર પ્રેરણા આપતી રહી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેનાં કોમ્યુનીટી રેડીયો સ્ટેશન જૂનાગઢ જનવાણી 91.2 MHz FM થી પ્રસારણ ની શરૂઆત ૨૩ જુન ૨૦૧૫થી કરવામાં આવી. કુલપતિશ્રીની પ્રેરણા તથા વિસ્તરણ શિક્ષણ નિયામક નાં માર્ગદર્શન અંતર્ગત આ સ્ટેશન વિવિધ પ્રકારના શૈક્ષણિક, માહિતીસભર અને સંસકારીતાસભર કાર્યક્રમો કોમ્યુનીટીનાં સહકારથી પ્રસારિત કરે છે.